Posts

આહીર એકતા મંચ-ગુજરાત વિશે માહિતી

આહીર એકતા મંચ-ગુજરાત જાણકારી સાંપ્રત સમયને ધ્યાનમાં રાખીને ને આખા ગુજરાતમા આપણાં આહીર સમાજનું સંગઢન બનાવવું એ અનિવાર્ય છે. એના માટે ગુજરાત ના તમામ આહીર ના ગામોએ આ સંગઠન મા જોડાઈ સાસાથ-સહકાર આપે એ આહીરૉ ની શાન પ્રમાણે જરુરી છે. આ સંગઠન દ્વારા આપણા સમાજમાં શિક્ષણ-મેડીકલ- સંગઠન- આરોગ્ય અને આપણાં સમાજના હકો જેવા મુદ્દાઓ પર કામ કરવામાં આવશે. આહીર એકતા મંચ - ગુજરાત સંગઠનની ગુજરાતમાં જયાં આહીર સમાજની વસ્તી હોય એવા તાલુકા અને જીલ્લા મા  સંગઠન ની બોડી બનાવવામાં આવશે. તથા ગુજરાત રાજ્ય એ બોડી બનાવવામાં આવશે... આહીર એકતા મંચ-ગુજરાત વિશે માહિતી  1- આહીર એકતા મંચ-ગુજરાત એક બીન રાજકીય સંગઠન છે. 2- આહીર એકતા મંચ-ગુજરાત મા બધી પેટા અટક એક સમાન છે. જેમકે  સોરઠીયા-મસોયા- પંચોળી-બોરીચા- પરાથરીયા- વણાર વગેરે.. 3- આહીર એકતા મંચ-ગુજરાત મા સમાજ ના કામ ને જ પ્રાધાન્ય આપવામાં આવે છે. 4 - આહીર એકતા મંચ-ગુજરાત કોઈપણ ગેરકાયદેસર પ્રવૃત્તિ મા સાથ નહીં આપે.. 5- આહીર એકતા મંચ-ગુજરાત ની તાલુકા- જીલ્લા તેમજ રાજય લેવલે બોડીઓ  બનાવવામાં  આવશે... 6- ટ્રસ્ટ બની ગયા પછી દરેક સભ્યએ રોજ નો એક રુપિયો ટ્રસ્ટમ

આહિર એકતા મંચ ફોર્મ

Image
Loading...

આહીર નો ઈતિહાસ

આહીર નો ઈતિહાસ  1- દેવાયત બોદર 2- ભોજા મકવાણા 3- દગાયચા ડાંગર 4- રામ ડાંગર

આહીર એકતા મંચ - ગુજરાત માસિક એહવાલ

આહીર એકતા મંચ - ગુજરાત માસિક એહવાલ  1- આહીર એકતા મંચ-ગુજરાત  ટ્રસ્ટ નુ નિર્માણ 2- ગુજરાત મા આહીરની વસતિ ધરાવતા જીલ્લાઓ - તાલુકાઓ તેમજ તાલુકાઓ ના ગામો નુ સર્વે...નુ કામ 25% પુર્ણ.. 3- આહીર રેજીમેંટ જાગૃતિ માટે 18  નવેમ્બર 1962 મા ભારત અને ચીન વચ્ચે થયેલા યુધ્ધ માં શહીદ થયેલા 114 આહીર જવાનો ની યાદ માં પ્રથમવાર  દ્વારકા થી 144 આહીર સ્મારક રેવાડી હરિયાણા સુધીની યાત્રા કરી. 4- 26 જાન્યુઆરી 2018 ના રોજ રાજકોટ ખાતે આહીર રેજીમેંટ સ્વાભિમાન બાઈક રેલી કાઢી..

આહિર કરશનઆપા ડાંગર જામગરી ના જોરે ( ભાગ : ૨ )

Image
આહિર કરશનઆપા ડાંગર જામગરી ના જોરે ( ભાગ : ૨ )  ”અરે મેપા લોખીલ, આ વાઘેરોએ કંપની સરકારને પડતી મેલી, આયરોના ગામ ભાંગવાની કમતી તેને ક્યાંથી સુઝી ?” ”રામભાઇ છૈયા આ લોઢવાનો ડાયરો કાણ(મરણ)ના કામે ગામતરે ગયા ‘તા ને વાંહેથી મુળુ-માણેકે ગામને નધણીયાતું સમજી જાહા ચીઠ્ઠી મોકલી ‘તી !” “ભલુ થજો વેજીનું કે એણે આયરોનું નાક રાખ્યું, નકર મલક આખામાં આપડે મોઢું દેખાડવા જેવું નો ર’ત !” ”ભગવાન બોરીચા, આયરોની આબરૂ તો ધોળી ધજાળાના હાથમાં છે, જયાં સુધી નીતીને ન્યાયથી વરતશું ત્યાં સુધી આપણી આબરૂના રખોપા કાળીયા ઠાકરના હાથમાં છે ભાઇ !” ”ઈ વાતની ના નંઇ વરજાંગ ચાવડા, દ્વારકાધીશનું વરદાન છે ને કે ‘નીતી રાખશો તો આયરોની દેગે ને તેગે મારો વાસ રહેશે’ !” ”ઇ વાતની તો ના નો પડાય નાગદાન ખટારીયા, પણ આયરો માટે એક બીજા માઠા સમાચાર જાણ્યા ?” ”ના વરજાંગભાઇ શું છે જરા માંડીને વાત તો કરો ?” કલાણાના મેપા લોખીલના ચાર ઓરડાની ઓંસરીમાં કાવા કસુંબા, કઢીયલ દુધ અને હોકાની નેએ ધુંવાડાના ગોટા ઉડાડતો ડાયરો વરજાંગ ચાવડાની વાત સાંભળવા એકાગ્ર થઇ જતા ધંધુસરના આહીરોએ જુનાગઢના નવાબ મહોબતખાન સામે આહીરાણીઓના રાસ રમવાની ના પાડતા નારાજ

મેપા મોભની દિલાવરી અને ઉદારતાની વાર્તા

Image
~~~આહિરની દાતારી~~~ -મેપા મોભની દિલાવરી અને ઉદારતાની વાર્તા સાત ખોટ્યના એકના એક લાડકાની લાશ જોતાં બારોટણનું કાળજું વાંસ ફાટે એમ ફાટી પડ્યું: ‘મારા બાપ! મારા આધાર!’ અને મરેલા દીકરાને જનેતા વળગી પડી. આખા ત્રાપજમાં અરેરાટી થઇ ગઇ…! તળાજા ત્રાપજના મેપા મોભના ત્રણસો વીઘાના આલિશાન ખેતરમાં ચીભડાંના વેલા જામ્યા છે. એટલે મેપાભાઇ મોભનાં છોકરાઓ સાથે કુંભણ ગામનો બારોટનો દસની ઉંમરનો અભો પણ ચીભડાં ગોતે છે. હેડી-હેડીનાં છોકરાઓ વચ્ચે પાકેલાં ચીભડાં ગોતવાની હરીફાઇ જામી છે. અચાનક બારોટના છોકરા અભાના મોંમાંથી કાળી ચીસ નીકળી ગઇ: ‘ઓઇ માડી…ઇ!’ છોકરાં દોડીને અભા પાસે આવ્યાં… જોયું તો અભાની આંગળીએ કાળોતરો નાગ વળગી પડ્યો છે! કિશોર અવસ્થાનાં છોકરાઓ મુઢ્ઢીઓ વાળીને ચીસો દેતાં ભાગ્યાં… ‘અભાને એરું કરડ્યો…’ સીમા આખી સ્તબ્ધ બની ગઇ… વિધવા માનો એકનો એક લાડકો અભો… દોડતો-દોડતો ગામના ઝાંપામાં આવ્યો અને ત્યાં તો ઝેર એને ગ્રસી ગયું. સાત ખોટ્યના એકના એક લાડકાની લાશ જોતાં બારોટણનું કાળજું વાંસ ફાટે એમ ફાટી પડ્યું: ‘મારા બાપ! મારા આધાર!’ અને મરેલા દીકરાને જનેતા વળગી પડી… આખા ત્રાપજ ગામમાં અરેરાટી થઇ ગઇ…! પરગજું

લાઠી ગામ ના આહિર હાદાઆપા ડાંગર (ભાગ : ૧)

Image
#_લાઠી_ગામ_ના__આહિર_હાદાઆપા_ડાંગર બુંગિયો ઢોલ સાંભળી શૂરવીર સૂતો ન રહે લોકકથાની વાતો - ડો.પ્રદ્યુમ્ન ખાચર લાઠીમાં ગોહિલ કુળ શિરોમણિ અમરસિંહજીનું રાજ તપે છે. એવા લાઠી નગરમાં ખોખા ડાંગર નામનો એક ડાહ્યો સમજુ શૂરવીર રહેતો. તેને ચોવીસેય કલાક ડાયરો જમાવી બેસવાની ટેવ, ડાયરા વગર તો તેને કહુ તૂટતો. તેને એક નાનો ભાઈ છે જેનું નામ હાદો ડાંગર, જે હાદાએ ગાયો માટે પોતાના જીવનું બલિદાન દીધું હતું. જેના નામ પરથી જે પુરાણ પ્રસિદ્ધ સૌરાષ્ટ્રનું નામ કાઠિયાવાડ પડી ગયું. એવી જોરાવર અને બળૂકી કાઠી કોમ સાથે લાઠીને અનાદિકાળથી વેર ચાલ્યું આવે છે એ માટે એક કહેવત કહેવાય છે કે ચારે કોર કાઠી અને વચ્ચે લાખાની લાઠી તેનો એક દુહો કહેવાય છે કે લાઠી કાઠીને લીંબડા, ભડ થાશે ભેળા, સુધડો જે ડી રમત માંડશે, તે ડી કૈક ખપશે ખેળા. લાઠીને ઘમરોળવા કાઠી નવજુવાનો આવી ચડ્યા અને લાઠીના પાદરેથી ગાયો હાંકીને ગોવાળને કાઢી મૂક્યો. એ બિચારો તો રડતો રડતો આવ્યો લાઠીના રાજમહેલમાં ગોહિલ રાજ દાજીરાજ (અમરસિંહજી) પાસે કે બાપુ આપડી ગાયો કાઠીઓ વાળી ગયા છે, ત્યારે રાજવીએ કાઠીઓ સામે થવા બુંગીયો ઢોલ વગડાવ્યો કે હાલો રણે ચડવા, આ બુંગીયો